ભૂલો ભલે બીજું બધુ
આ ગીત બાળકો નેં શીખવવામાં આવતું હતુ. પણ આજે કેટલાંને આવળતું હશે?
ભૂલો ભલે બીજું બધુ, માબાપને ભૂલશો નહિં.
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિં.
પથ્થર પૂજ્યા પૃથવિ તણા, ત્યારે દીઠું તમ મુખડુ.
એ પુનિતજનનાં કાળજા પથ્થર બની છૂંદશો નહિં.
કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઇ મોટા કર્યા.
અમૃતતણાં દેનાર સામે, ઝેર ઊઘડશો નહિં.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા.
એ કોડ નાં પૂરર્નાર નાં કોડ પૂરવા ભૂલશો નહિં.
લાખો કમાતા હો ભલે, માબાપ એથી ના ઠર્યા.
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિં.
સંતાનથી સેવ ચાહો, સંતાન છો સેવા કરો.
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિં.
ભીને સૂઇ પોતે અને સૂકે સૂવડવ્યા આપને.
એ અમીમય આંખને ભૂલીને ભીંજાવશો નહિં.
પુષ્પો બિછાવ્યા પ્રેમ થી, જેણે તમારા રાહ પર.
એ રાહબર નાં રાહ પર કંટક કદી બનશો નહિં.
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહિં.
પલ પલ પુનિત એ ચરણ ની ચાહ્ના ભૂલશો નહિં.